નમસ્કાર મહામંત્રના પરમ સાધક – ઉપાસક

સોનામાં સુગંધ

નમસ્કાર મહામંત્ર ને હદયસ્થ કરનાર પૂજ્ય સાધ્વીજીશ્રી અનુપમાશ્રીજી મ.સા.

આ પુણ્યભૂમિમાં પરમ પૂજ્ય અધ્યાત્મયોગી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયવર્તી સાધ્વીજીશ્રી અનુપમાશ્રીજી મ.સા. જીવનમાં રોજની ૧૦૦૦ બાંધી નવકારવાળી ગણતા. કુલ ૪૮ કરોડ નવકારનો જાપ કરનારા આ વિદુષી સાધ્વીવર્યા શ્રી અનુપમાશ્રીજી મ. ના પુણ્યદેહનો અગ્નિસંસ્કાર અહિં કરવામાં આવ્યો છે. ત્યાનાં ચોકીદારોના કહેવા મુજબ દર પૂનમ-અમાસે અગ્નિદાહ સ્થળેથી નવકારના જાપનો રણકાર આજે પણ સંભળાય છે. નવકારના અક્ષરોનું ધ્યાન અને જાપ સાધકને જ્ઞાનમાતાને ખોળે લઈ જાય છે. બાવન વર્ણમાતૃકાઓ સાધક ઉપર કૃપા કરે છે તેના અર્થનું ધ્યાન સાધકને જ્ઞાનમાતાને ખોળેથી પુણ્યમાતાને ખોળે લઇ જાય છે. નવકારના ઐદંપર્યાર્થનું ધ્યાન સાધકને પુણ્યમાતાને ખોળેથી ચારિત્ર્ય માતાને ખોળે લઇ જાય છે અને નવકારસાધનાનું અભેદ અનુસંધાન સાધકને ચારિત્ર્ય માતાને ખોળેથી ધ્યાન માતાને ખોળે લઇ જાય છે અને અંતે સાધક મોક્ષ પ્રાપ્ત કરે છે.

વર્તમાન સાધક –ઉપાસક

પ.પૂ. અનંતશ્રીજી મ.સા. નો મિતાક્ષરી પરિચય

તેમનો જન્મ આસો વદ આઠમ ના દિવસે શામળા ની પોળ - અમદાવાદમાં થયો. દિક્ષા સ્થળ - વિદ્યાશાલા - અમદાવાદ છે. દિક્ષા દાતા - પ.પૂ. સિદ્ધ સૂરિશ્વરજી મ.સા. છે. દિક્ષા ગુરુ - પ.પૂ. અનુપમાશ્રીજી મ.સા. સંસારી પક્ષે મોટાબેન છે. તેમનો દિક્ષા પર્યાય ૬૯ અને હાલ ઉંમર ૯૦ વર્ષ છે. સમ્યક્ રત્નત્રયીની આરાધના ઉત્તમ રીતે કરી રહ્યા છે.

વિશેષ રૂચીઃ - શ્રી નમસ્કાર મહામંત્ર હાલ ૧૫ કરોડ ગણ્યા છે, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જાપ અને નિયમિત સ્વાધ્યાય. દૈનીક પાંચ બાંધી માલા ગણ્યા પછી જ પચ્ચકખાણ પારે છે. ધ્રુવના તારા જેવો ચળકતો સરળતા નામનો ગુણ તેમના જીવનમાં છે. હાલમાં પ.પૂ. અધ્યાત્મયોગી આ.ભ.શ્રી કલાપૂર્ણમસૂરિ મ.સા. ના પટ્ટધર શિષ્ય રત્ન પૂ.ગચ્છ નાયક કલાપ્રભ સૂરિ મ.સા. ના આજ્ઞાવર્તીની છે.

સમાધિ

અધ્યાત્મયોગી પરમ પુજ્ય આચાર્ય ભગવંત કલાપૂર્ણસુરી સમુદાયના સાધ્વી અનુપમાશ્રીજી ની સમાધિ સંકુલમાં છે. તેઓ નવકારના પરમ આરાધિકા હતા. પ્રતિદિન એક લાખ આઠ હજાર અને જીવન દરમ્યાન કુલ અડતાલીશ કરોડનો જાપ કરી મુક્તિ પામ્યા. દર પુનમ અને અમાસે તેમની સમાધિમાંથી નવકારનો રણકાર ગુંજે છે.