નજીકના જૈન તીર્થો:

ભારત દેશ વિવિધતામાં એકતાની ભૂમિ છે, જ્યાં દર બાર ગાઉએ ભાષા અને રીતભાત બદલાય છે. નવકાર ધામની આસપાસ આવી અવનવી અનેક મનભાવન જગ્યાઓ છે, જ્યાં જતાં જ મન આનંદિત બની જાય. આવો આવી ભવ્ય અને દિવ્ય ભુમિનો પરીચય કરિયે.

અન્ય જૈન તીર્થો

  • સમ્મેતશિખર મહાતીર્થ

    ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા આ તીર્થનો મહિમા અપરંપાર છે. વર્તમાન ચોવીસીના આદિનાથ, વાસુપુજ્યસ્વામી, નેમનાથ અને...

  • પાવાપુરી તીર્થ

    આ પુણ્યભૂમિ પર વીર પ્રભુ અડતાલીશ કલાકની અંતિમ દેશના આપી દીપાવલીના દિને નિર્વાણ પામ્યા હતા. આ જ ભૂમિ પર...

  • ગિરનાર તીર્થ

    વર્તમાન ચોવિસીના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો જ્યાં થયા અને આવતી ચોવિસીના ચોવિસ તીર્થકરો...

  • શંખેશ્વર તીર્થ

    પ્રાચીન સમયમાં પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી અષાઢી શ્રાવકે ભરાવેલ. શ્રી કૃષ્ણ અને જરા સંઘ ના યુદ્ધ વખતે...

સમ્મેતશિખર મહાતીર્થ

ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા આ તીર્થનો મહિમા અપરંપાર છે. વર્તમાન ચોવીસીના આદિનાથ, વાસુપુજ્યસ્વામી, નેમનાથ અને મહાવીરસ્વામી સિવાયના વીસ તીર્થકરોએ આ ગિરીરાજ ઉપર નિર્વાણ પામીને તેના પ્રત્યેક અણુને પવિત્રતાથી અલંકૃત કરી દીધાં છે.

પાવાપુરી તીર્થ

આ પુણ્યભૂમિ પર વીર પ્રભુ અડતાલીશ કલાકની અંતિમ દેશના આપી દીપાવલીના દિને નિર્વાણ પામ્યા હતા. આ જ ભૂમિ પર મહાવીરસ્વામી અને ઇંદ્રભુતિ ગૌતમનું પ્રથમ મિલન થયું હતું અને તેઓ પ્રભુ વીર ના પ્રથમ ગણધર બન્યા હતા. અત્યારે પ્રભુની નિર્વાણ ભૂમિ પર સુંદર જલમંદિર શોભે છે.

ગિરનાર તીર્થ

વર્તમાન ચોવિસીના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો જ્યાં થયા અને આવતી ચોવિસીના ચોવિસ તીર્થકરો જ્યાંથી નિર્વાણ પામશે તેવી પવિત્ર આ ભૂમિ છે. શ્યામ વર્ણની દાદા નેમિનાથની પ્રતિમા ગઇ ચોવિસીના સાગર નામના ત્રીજા તીર્થકર ના સમયની છે.

શંખેશ્વર તીર્થ

પ્રાચીન સમયમાં પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી અષાઢી શ્રાવકે ભરાવેલ. શ્રી કૃષ્ણ અને જરા સંઘ ના યુદ્ધ વખતે આ પ્રભુજીના નહ્વવણજલ ના પ્રભાવે સેનાનો ઉપદ્રવ શાંત થયો હતો. આ તીર્થ પ્રાચીન છે અને લાખો ભક્તોનું પરમ શ્રદ્ધાનું સ્થાન છે. અહિં પૂનમ અને સૂદ દશમના દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે.