શ્રી શત્રુંજય તીર્થનું માહાત્મ્ય

માનવજન્મ મેળવીને અનેક શાસ્ત્રો સાંભળીને જે સફલ કરવાનું છે તે સર્વશ્રી શત્રુંજય તીર્થની મહાત્મ્ય કથા સાંભળવાથી સફળ થાય છે.

શ્રી શત્રુંજય તિર્થાધિરાજ અને શ્રી જિનેશ્વર દેવનું ધ્યાન કરવું અતિશ્રેષ્ઠં છે. કારણકે તેના જેવું પરમતીર્થ બીજું નથી અને જિનેશ્વર દેવના ધ્યાન સમો બીજા કોઈ ધર્મ નથી. મન-વચન-કાયાથી કરેલું ભયંકર પાપ પણ શ્રી પુંડરીક ગીરી ના સ્મરણથી નાશ પામે છે. સિંહ-વાધ-સર્પ જેવા હિંસક પશુઓ અને મોર-સમડી જેવા પક્ષીઓ તથા બીજા પણ પાપી જીવો આ શત્રુંજય તીર્થ અને શ્રી અરિહંત પ્રભુના દર્શનથી મુક્તિગામી થાય છે. એવા આ તીર્થનું માહાત્મય એકવાર પણ અવશ્ય સાંભળવું કોઈએ. એકવાર શ્રી પુંડરીક ગીરી ની છાયાનો આશ્રય કરવો કોઈએ. જે જીવોએ આ ગિરિરાજના દર્શન કર્યા નથી એનો ભવ નિષ્ફળ થાય છે. અન્ય તીર્થમાં ઉતમ દાન, શીલ, પૂજન ધ્યાનાદિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી અનંતગણું ફળ શ્રી શત્રુંજ્યની માત્ર કથા સાંભળવાથી થાય છે. તેથી હે ભવ્ય જીવો આ ગિરિરાજનું મહાત્મ્ય અતિ ભક્તિપૂર્વક શ્રવણ કરવું કોઈએ.

તીર્થનું મહત્વ