• શાશ્વત નવકાર અને શાશ્વત ગિરિરાજને જન જનના હ્રદયમાં અંકિત કરવાના મનોરથ સાથે આ ટ્રસ્ટની સ્થાપના થઇ.

    પરમ પુજ્ય આચાર્ય ભગવંત અશોકસાગર સુરી તથા પદમસાગર સુરી આદી અનેક ગુરૂ ભગવંતોના મંગલમય આશિર્વાદ પ્રાપ્ત થયા.

    અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવ્રુત્તિ દ્વારા જૈન શાસનને જયવંતુ બનાવવા માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.

ટ્રસ્ટનીપ્રવૃત્તિઓ

અમારા ટ્રસ્ટ દ્વારા કેટલાક વિશિષ્ટ કાર્યો સંપન્ન કરવાનું અમને મળેલું સૌભાગ્ય

પ્રમુખશ્રીનો સંદેશ

  • શ્રી અરવિંદભાઈ તારાચંદભાઈ શાહ

    પ્રણામ...
    શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે શાશ્વતા શ્રી શત્રુંજ્ય તીર્થે, શત્રુંજ્ય નદીના કિનારે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રના જાપ ધ્યાનનું અભૂતપૂર્વ આયોજન... શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર અત્યંત હર્ષ અનુભવે છે કે શ્રી શત્રુંજય તીર્થાધિરાજની તળેટીના પૂર્વ ભાગમાં શ્રી જીવાપુર ગામ આવેલું છે...

પ્રમુખશ્રીનો સંદેશ

શ્રી અરવિંદભાઈ તારાચંદભાઈ શાહ

પ્રણામ...
શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, શાશ્વત સુખની પ્રાપ્તિ માટે, શાશ્વતા શ્રી શત્રુંજ્ય તીર્થે, શત્રુંજ્ય નદીના કિનારે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રના જાપ ધ્યાન માટે શ્રી શત્રુંજય તીર્થાધિરાજની તળેટીના પૂર્વ ભાગમાં શ્રી જીવાપુર ગામે નવકારધામનું આયોજન આકાર પામી રહેલ છે. આ ઉતમ સ્થળ શ્રી શત્રુંજય નદીના કિનારે હોવાથી ત્યાંથી હસ્તગિરિ, કદંબગિરિ, નવટૂંક, દાદાની ધજાના નયનરમ્ય દર્શન થાય છે. અમારા ટ્રસ્ટ દ્વારા લગભગ ૧૫ એકર જમીન પ્રાપ્ત કરવામાં આવી છે. એક વિશાળ ડોમમાં સમવસરણની ઝાંખી કરાવતાં તથા આદિનાથ ભગવાનસહ ચૌમુખ પ્રભુ સહિતના પ્રતિમાની ઝાંખી કરાવતાં જાપ કેન્દ્રનું કાર્ય નિર્માણાધિન છે. ૬૮૦૪ ભાગ્યશાળીઓ એક સાથે બેસીને શ્રી નવકાર જાપ કરી શકે એવી અદ્ભૂત મંગલપીઠ અંકિત કરવામાં આવશે. આ શ્રી શત્રુંજય નવકારધામમાં બે શાશ્વતી ઓળી તથા વર્ષમાં અન્ય એક વખત ૯ દિવસ શાશ્વત મંત્રનો જાપ આદિ આયોજન ગોઠવવાની અમારા મનમાં ભાવના છે. આ સિવાય આપશ્રીને પણ આરાધના કરવા પધારવું હોય તો આગોતરી જાણ કરી પધારી શકશો. સાથે-સાથે પૂજ્ય મહાત્માઓ પણ પોતાની આરાધના સાધના તથા શિબિરો વગેરેનું આયોજન પણ કરે તેવી વિનંતી પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.
આ શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણના સહકાર્યમા રૂ।. ૧૦૮૦૦૦/- ના એક એવા ૬૮૦૦ ભાગ્યશાળી ઓના નામ લેવામાં આવશે. લાભ લેનાર પુણ્યશાળીનું નામ શ્રી શત્રુંજય નવકારધામમાં સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે. તો આપશ્રીને નમ્ર વિનંતી છે કે આપને મળેલી લક્ષ્મીને આ શુભ કાર્યમાં સદ્દઉપયોગ કરી જીવન ધન્ય બનાવશો.