યોગદાન

શાશ્વત શત્રુંજયની તલેટીમાં કરણ, કરાવણ ને અનુમોદન, સરીખા ફલ નિપજાયો અન્વયે આપને પ્રાપ્ત થયેલ લક્ષ્મીના સદઉપયોગ દ્વારા પુણ્યાનુંબંધી પુણ્ય પ્રાપ્ત કરવાનો આ અનેરો અવસર છે.

શ્રી શત્રુંજય નવકારધામ અને શ્રી સમવસરણ જિનાલય

નમસ્કાર સમો મંત્ર, શત્રુંજ્ય સમો ગિરિ, વિતરાગ સમો દેવ, ન ભૂતો ન ભવિષ્યતિ,
નમસ્કાર સમો મંત્ર, શુત્રુજ્ય સમાન ગિરિ, વિતરાગ સમાન દેવ, થયા નથી અને થશે નહીં,
સોહામણા શ્રી શત્રુંજય નદીને તીરે, રત્નોથી જેના વધામણા થાય છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પૂર્વભાગની તળેટીએ, શ્રી જીવાપુર ગામના સીમાડે એક સાથે ૬૮૦૦ ભાગ્યશાળીઓ સામાયિકની અંદર મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા પોતાનામાં પ્રચ્છન્ન રીતે ધરબાયેલા પંચપરમેષ્ઠિના સ્વરુપને પ્રગટ કરી શકે તે માટે એક સમવસરણ સહિત શ્રી શત્રુંજય નવકારધામનું આયોજન નિર્માણાધિન છે.

આપશ્રી પણ અનોખા આયોજનમાં આપની પુણ્યલક્ષ્મીનો સદુપયોગ કરી શકો છો

શ્રી શત્રુંજય નવકારધામ-સમવસરણ જિનાલયમાં રૂ।. ૧,૦૮,૦૦૦/- નું એક એવા ૬૮૦૪ ભાગ્યશાળીઓના નામ વહેલા તે પહેલાના ધોરણે લેવાની ટ્રસ્ટની ભાવના છે. આપશ્રી પણ આપના પરિવારમાંથી આ સંકુલમાં ઉત્તમ લાભ લો તેવી અમારી નમ્ર વિનંતી છે. તે પરિવારની અનુમોદના કરવા માટે આ ૬,૮૦૪ નામોને આરસની તફ્તી ઉપર કાયમી ધોરણે અંકિત કરવામાં આવશે. ભાવિમાં જે પણ ધાર્મિક -જાપ-ધ્યાન આદિના અનુષ્ઠાનો થશે તે પુણ્યાનુબંધી પુણ્યમાં સહભાગી થવા માટે અમારા શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર વતી આપને આમંત્રણ આપવામાં આવશે. જેમાં આપશ્રી આપની પુણ્યલક્ષ્મીનો સદુપયોગ કરીને સહભાગી બનો એ જ એકમાત્ર મંગળકામના, અભ્યર્થના અને પ્રભુ પ્રાર્થના.

પેનકાર્ડનંબર : AALTS0531P (કર મુક્તિ કલમ ૮૦G હેઠળ, ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧)

બેંક એકાઉન્ટની વિગત:

શ્રી નવકારધામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આ નામનો ચેક/ડ્રાફટ સ્વીકારવામાં આવશે.

ચેક અથવા ડ્રાફ્ટ નીચે ના સરનામે મોકલશો
અરવિંદ તરચન્દ શાહ,
એશિયન સ્ટાર કંપની લિમિટેડ,
૧૧૪ , ૧૧ મેં માળે, મિત્તલ કોર્ટ , સી વિન્ગ, નરીમાન પોઇન્ટ,
મુંબઈ ૪૦૦૦૨૧.