ભારત દેશ વિવિધતામાં એકતાની ભૂમિ છે, જ્યાં દર બાર ગાઉએ ભાષા અને રીતભાત બદલાય છે. નવકાર ધામની આસપાસ આવી અવનવી અનેક મનભાવન જગ્યાઓ છે, જ્યાં જતાં જ મન આનંદિત બની જાય. આવો આવી ભવ્ય અને દિવ્ય ભુમિનો પરીચય કરિયે.
ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા આ તીર્થનો મહિમા અપરંપાર છે. વર્તમાન ચોવીસીના આદિનાથ, વાસુપુજ્યસ્વામી, નેમનાથ અને...
આ પુણ્યભૂમિ પર વીર પ્રભુ અડતાલીશ કલાકની અંતિમ દેશના આપી દીપાવલીના દિને નિર્વાણ પામ્યા હતા. આ જ ભૂમિ પર...
વર્તમાન ચોવિસીના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો જ્યાં થયા અને આવતી ચોવિસીના ચોવિસ તીર્થકરો...
પ્રાચીન સમયમાં પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી અષાઢી શ્રાવકે ભરાવેલ. શ્રી કૃષ્ણ અને જરા સંઘ ના યુદ્ધ વખતે...
સુંદરતા - પવિત્રતા - ભવ્યતામાં શિરમોર, અવ્વલ - અદ્ભુત - અલૌકિક - અનુપમ - શાશ્વત શત્રુંજય ગિરીરાજ શ્રી શત્રુંજય નવકારધામ થી માત્ર પાંચ કિલોમીટર દુર છે. અનંત સિદ્ધથી પાવન થયેલ આ ભૂમિની સ્પર્શના કરનાર જીવ પર ભવિતવ્યતાની છાપ લાગી જાય છે. આ ગિરીના એક્સો આઠ નામ છે જેનું દરરોજ ભાવપૂર્વક સ્મરણ કરવાથી ઘરે બેઠા યાત્રાનો લાભ પ્રાપ્ત થાય છે.
પંચતીર્થમાં સમાવેશ પામેલ આ તીર્થ શત્રુંજય ગિરિરાજ સાથે પ્રાચીનતાનો સંબંધ ધરાવે છે. ગત ચોવિસી ના દ્વિતિય તીર્થકર શ્રી નિર્વાણીપ્રભુના ગણધર શ્રી કદંબમુનિ અનેક મુનિઓ સહિત અહિંથી મોક્ષ પામ્યા છે. આદિનાથ, નેમિનાથ અને સિમંધરસ્વામીના જિનાલયથી શોભીત આ ભુમિ છે.
આદિશ્વર ભગવાનના જયેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તી અહિંથી મોક્ષ પામ્યા છે. તેમનો હાથી અનશણ કરી અહિં સ્વર્ગે સિધાવ્યા હતા તેથી આ પર્વત હસ્તગિરિ કહેવાય છે. આ શાંત અને રમણીય તીર્થ સાધના માટે ઉત્તમ સ્થાન છે.
શત્રુંજયના પંચતીર્થમાંનુ આ તીર્થ ખૂબ પ્રભાવી છે. વિ.સં અઢારસો બહોંતેરમાં ભુગર્ભમાંથી પ્રગટ થયેલ આ પ્રભુથી ગામના લોકોની વ્યાધિ દુર થતાં સાચા સુમતિનાથ કહેવાય છે. અહિં રહેલ અખંડ જ્યોતમાંથી કેસરવર્ણ જ્યોત થાય છે. ટેકરી પર આવેલા આ મનોહર તીર્થ પર પહોંચવા વીસેક મિનીટનું સહેલું ચઢાણ છે.
આ તીર્થ બારમી સદી પૂર્વનું છે અને પ્રતિમાજી તેનાથી પણ પ્રાચીન છે. નવ ટુકડામાં ખંડિત પાર્શ્વપ્રભુને અધિષ્ઠાયક દેવની કૃપાથી શ્રાવકોએ લાપસીમાં રાખ્યા અને તે જોડાઇ ગયા તેથી તે નવખંડા પાર્શ્વનાથ કહેવાયા.અહિં પ્રાચીન, કલાત્મક અને વિશિષ્ટ પ્રતિમાજીના દર્શન થાય છે.
શત્રુંજયના પંચતીર્થ માંના એક આ તીર્થમાં શ્વેત વર્ણના જીવિત મહાવીરસ્વામી બિરાજમાન છે. આ તીર્થ દાનવીર જગડુશાહ, ગિરિરાજના તેરમાં ઉદ્ધારક શેઠ જાવડશાહ, શ્રી નેમિસુરિજી, શ્રી ધર્મસુરિજી વગેરે મહાત્માઓની જન્મભૂમિ છે. આ તીર્થ અત્યંત પ્રભાવી અને ભવ્ય છે.
આ તીર્થ શત્રુંજયની બીજી તળેટી તરીકે પ્રખ્યાત છે. શૂરવીર મોર્ય વંશના રાજાઓએ અહિં રાજ્ય કરી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. દેવર્ધિ ક્ષમાશ્રમણ આદી પાંચસો આચાર્ય ભગવંતો દ્વારા અહિં આગમોનું સર્વ પ્રથમ લખાણ થયું હતું. તેમના પ્રતિમાઓ કલાત્મક રીતે અહિં ગોઠવેલ છે.
કેસરવર્ણના અજાહરા પાર્શ્વનાથ પ્રભુથી શોભતું આ તીર્થ ખૂબ જ પ્રભાવવંત છે. રત્નસાર નામના વેપારીને આ પ્રભુ મધદરીયે વહાણ નીચેથી દેવી સંકેતથી પ્રાપ્ત થયા હતા. અહિં રાત્રે દેવ દ્વારા નાટયારંભ થાય છે અને કેસરનો વરસાદ પણ થયેલ છે. આ પરમાત્મા રેતીના છે અને તેમના પર કેસરિયા રંગનો લેપ કરેલ છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Et ille ridens: Video, inquit, quid agas; Non igitur de improbo, sed de callido improbo quaerimus, qualis Q.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Et ille ridens: Video, inquit, quid agas; Non igitur de improbo, sed de callido improbo quaerimus, qualis Q.
ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા આ તીર્થનો મહિમા અપરંપાર છે. વર્તમાન ચોવીસીના આદિનાથ, વાસુપુજ્યસ્વામી, નેમનાથ અને મહાવીરસ્વામી સિવાયના વીસ તીર્થકરોએ આ ગિરીરાજ ઉપર નિર્વાણ પામીને તેના પ્રત્યેક અણુને પવિત્રતાથી અલંકૃત કરી દીધાં છે.
આ પુણ્યભૂમિ પર વીર પ્રભુ અડતાલીશ કલાકની અંતિમ દેશના આપી દીપાવલીના દિને નિર્વાણ પામ્યા હતા. આ જ ભૂમિ પર મહાવીરસ્વામી અને ઇંદ્રભુતિ ગૌતમનું પ્રથમ મિલન થયું હતું અને તેઓ પ્રભુ વીર ના પ્રથમ ગણધર બન્યા હતા. અત્યારે પ્રભુની નિર્વાણ ભૂમિ પર સુંદર જલમંદિર શોભે છે.
વર્તમાન ચોવિસીના બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો જ્યાં થયા અને આવતી ચોવિસીના ચોવિસ તીર્થકરો જ્યાંથી નિર્વાણ પામશે તેવી પવિત્ર આ ભૂમિ છે. શ્યામ વર્ણની દાદા નેમિનાથની પ્રતિમા ગઇ ચોવિસીના સાગર નામના ત્રીજા તીર્થકર ના સમયની છે.
પ્રાચીન સમયમાં પુરુષાદાનીય શંખેશ્વર પાર્શ્વનાથના પ્રતિમાજી અષાઢી શ્રાવકે ભરાવેલ. શ્રી કૃષ્ણ અને જરા સંઘ ના યુદ્ધ વખતે આ પ્રભુજીના નહ્વવણજલ ના પ્રભાવે સેનાનો ઉપદ્રવ શાંત થયો હતો. આ તીર્થ પ્રાચીન છે અને લાખો ભક્તોનું પરમ શ્રદ્ધાનું સ્થાન છે. અહિં પૂનમ અને સૂદ દશમના દિવસે હજારો ભક્તો દર્શન કરવા આવે છે.