અનાદિ, અનંત અને શાશ્વત નવકાર મહામંત્ર અસાર સંસારમાં એક માત્ર સારરુપ છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર તીર્થ અને એક હજાર આઠ વિદ્યાઓનો વાસ છે. નવકાર મંત્ર ભવોભવનાં દુ:ખ દુર કરીને પરમાત્મ પદની પ્રાપ્તિ કરાવે છે. નવકાર મંત્રના પ્રભાવથી બધી જ આધિ, વ્યાધિ અને ઉપાધિ દુર થાય છે, માટે જ કહ્યું છે - જેના હૈયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ?
મહામંત્રના એક અક્ષરના ઉચ્ચારથી સાત સાગરોપમ, એક પદના ઉચ્ચારથી પચાસ સાગરોપમ, એક પુરો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમ અને એકસો આઠ નવકાર ગણવાથી ચોપન હજાર સાગરોપમના પાપનો નાશ થાય છે. નવકારનો જાપ ભાષ્ય, ઉપાંશુ અને માનસ એમ ત્રણ પ્રકારે થઇ શકે છે. મનની એકાગ્રતાપૂર્વક કરેલો જાપ દુર્ગતિ નાશ, પાપ વિનાશ, પુણ્ય વિકાસ કરી તીર્થકર નામકર્મનો બંધ કરાવે છે. નવકાર જાપથી આઠ સિદ્ધિ અને નવનિધિની પ્રાપ્તિ થાય છે. આપત્તિમાં નવકાર જાપ સંપત્તિ સ્વરુપ બની શકે છે.
ગુણીના ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ. આ પાંચને નમસ્કાર કરવાથી એેમનામાં રહેલ ગુણો આપણામાં પ્રગટે છે. ફક્ત ન બોલવાથી જ સાત સાગરોપમના કર્મો તૂટે છે. સંપૂર્ણ નવકાર ગણવાથી ૫૦૦ સાગરોપમના કર્મો તૂટે છે. નવ લાખ નવકાર ગણવાથી નરકનું નિવારણ થાય છે. નમસ્કાર મહામંત્ર જ ફક્ત એવો મંત્ર છે કે જેમાં કોઈ વ્યક્તિનું નામ નથી. માત્ર આત્માની શુદ્ધિનીજ વાત છે. છ આરામાં સિદ્ધાયલમાં વધઘટ થાય છે પરંતુ નમસ્કાર મહામંત્રનાં જરા પણ ફરક પડતો નથી. ઉપધાન કર્યા પછી જ નવકાર મહામંત્રનો સાચો હક પ્રાપ્ત થાય છે તે પહેલા કરેલ જાપથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી.
વિવિધમુદ્રાઓ
ગણતરીઓ
ગણતરીઓ
વિવિધમુદ્રાઓ
જ્ઞાની અને ધ્યાની આચાર્ય ભગવંતો દ્વારા નવકારના જાપ પૂર્વક અભિમંત્રિત વાસક્ષેપને શુભ મુર્હતે મંગલકુંભમાં ભરવામાં આવે છે. આ કુંભને નવકારકુંભ કહેવામાં આવે છે. આ કુંભ સમક્ષ વિધિ પુર્વક શુભભાવથી કરાયેલા જાપથી આત્મશુદ્ધિ થાય છે.
જ્ઞાની અને ધ્યાની આચાર્ય ભગવંતો દ્વારા નવકારના જાપ પૂર્વક અભિમંત્રિત વાસક્ષેપને શુભ મુર્હતે મંગલકુંભમાં ભરવામાં આવે છે. આ કુંભને નવકારકુંભ કહેવામાં આવે છે. આ કુંભ સમક્ષ વિધિ પુર્વક શુભભાવથી કરાયેલા જાપથી આત્મશુદ્ધિ થાય છે.
નવકાર મંત્રનું સ્મરણ, રટણ અને જાપ આપણી તમામ ઇચ્છાઓ, ખામીઓ અને મુશ્કેલઓને શમાવી દે છે. જીવનમાં શાંતિ, મૃત્યુમાં સમાધિ, પરલોકે સદ્ગતિ અને પરંપરાએ સિદ્ધગતિની કલ્યાણકારી પ્રાપ્તિ નવકારમંત્રથી થાય છે.
નવકારધામના કુંભની સ્થાપના ચાર વર્ષ પહેલા કરવામાં આવી જે હાલ અમદાવાદમાં છે. આ કુંભ સમક્ષ અનેક વિધ સંઘોમાં અને ભાવિકો ના ઘરે એક કરોડથી વધારે નવકારનો જાપ થયેલ છે. આપ પણ આ મંગલકુંભની પધરામણી આપના ઘરે એક કે વધારે દિવસો માટે કરાવી શકો છો. સગાં, સ્નેહી, સંબંધી, પરિવાર વગેરે ને આમંત્રણ આપી અખંડ દીપક સાથે અખંડ જાપ કરી વિશ્વશાંતિના શુભ આંદોલનો ફેલાવી શકો છો. કુંભ ઘરે પધરાવવા સુશ્રાવક શ્રી નરેંદ્રભાઇ નો +91 94085 74863 પર સંપર્ક કરો.