સત્ય ઘટના વાર્તાઓ

દેવદૂત

એક પરિવાર બળદ ગાડામાં રાધનપુરથી શંખેશ્વર જઈ રહ્યો હતો, રસ્તામાં તેઓ માર્ગ ભૂલી ગયા. ભર રાત્રીમાં એક વૃદ્ધ સ્ત્રી નવકાર મંત્રનો જાપ કરી રહી હતી. પરિવાર રસ્તો શોધી રહ્યો હતો. અચાનક એક વ્યક્તિએ આવીને તેમને રસ્તો બતાડ્યો. તેઓ આભાર વ્યક્ત કરવા પાછળ ફર્યા કે તરત જ તે વ્યક્તિ ગાયબ થઇ ગયો હતો.

પ્રભાવિક કથા

એક જુવાન છોકરો ખુબ જ સમૃદ્ધ અને પૈસાવાળો હતો. એક વર્ષ પછી તેનો ધંધો પડી ભાંગ્યો અને તે ખૂબ જ હતાશ થઇ ગયો. અચાનક જ તેનો સંપર્ક એક જૈન સાધુ ભગવંત સાથે થયો, એક નવકારમંત્ર ની માળા રોજ ગણવાની કીધી, અચાનક જ તે હતાશામાથી ઉગરી ગયો અને ધંધામા પણ પ્રગતિ થઇ, તે જ દિવસથી તેણે નક્કી કર્યુ કે હું મારા નફામાંથી નેવું ટકા જૈન ધર્મની સેવા માટે અર્પણ કરીશ.

નિર્દોષ વ્યક્તિ ની કથા

એક નિર્દોષ વ્યક્તિ જેને નવકાર મંત્ર સિવાય બીજું કશું જ આવડતું નહોતું , એનો પરિવાર ખુબ જ ધાર્મિક હતો પણ મનમાં કપટ ભરેલું હતું. તે નિર્દોષ વ્યક્તિ એ નક્કી કર્યું કે હું રોજ નવકાર મંત્રની એક માળા ગણીશ. અને તેના સંકલ્પથી તેને મોક્ષની પ્રાપ્તિ થઇ.

સિંહ ની કથા

એક જૈન સાધુભગવંત વિહાર કરી રહ્યાં હતા, ત્યારે રસ્તામાં જંગલ આવ્યું જ્યાં ભયંકર જંગલી જાનવરો વસતા હતા. સાધુ ભગવંતે નવકાર મંત્રના જાપ ચાલુ રાખ્યાં, ત્યારે એક સિહ તેમના તરફ તરાપ મારવાની તૈયારીમાં હતો, તરત જ નવકાર મંત્રનાં શબ્દો તેના કાનમાં પડ્યા અને અંતે સિહને મોક્ષની પ્રાપ્તિ થઇ.