શ્રી શત્રુંજય નવકારધામ પ્રોજેક્ટનું બાંધકામ પ્રગતિ પથ પર છે

અમારી વેબ સાઈટ માં સુધારા થઇ રહ્યા છે. ટૂંક સમયમાં સંપન્ન થઇ જશે

  • શ્રી શત્રુંજય નવકારધામ

    શ્રી નવકાર સમવસરણ ધામ, શ્રી શત્રુંજય તીર્થની તળેટીથી ૫ કિ.મી. ના અંતરે, શ્રી હસ્તગિરિ તીર્થ તરફ જતા જીવાપુર ગામ પાસે શ્રી શત્રુંજયની પૂર્વભાગની તળેટીમાં આવેલું છે. જયાંથી મેઘનાદ મંડપ કે નંદીવર્ધન પ્રસાદ તરીકે પ્રખ્યાત તેવા ૩૫૦૭ જિનાલયોમાં શિરમોર મૂળનાયક શ્રી આદિનાથ દાદાના દરબારના મુખ્ય જિનાલયના શિખરના દર્શન થાય છે.

    શાશ્વત સુકૃત યોજના

  • ૧,૨૦,૦૦૦ સ્કેવર ફીટમાં ૬૮૦૪ ભાગ્યશાળીઓ

    શ્રી શત્રુંજય નવકારધામના ૯૦,૦૦૦ સ્કેવર ફીટના મધ્યભાગમાં એક પણ સ્તંભ નથી અને એક વિશાળ ડોમની અંદર સાધકને દિવ્ય અનુભૂતિ થાય તે માટે ૩ X ૩ સ્કેવર ફીટના કુલ ૬૮૦૪ વિભાગ છે અને તે સાથે મધ્યમાં સમવસરણ મંદિર છે, જેમાં પરમાત્માના દર્શન ચારે કોરથી થઈ શકે તેવી રીતે એક સાથે ૬૮૦૪ ભાગ્યશાળીઓ સામૂહિક જાપ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

    • પૌરાણિક

      અકથિત સત્ય કથાઓ

  • ગુણીના ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ આ પાંચને નમસ્કાર કરવાથી એેમનામાં રહેલ ગુણો આપણામાં પ્રગટે છે. ફક્ત નવકાર બોલવાથી જ સાત સાગરોપમના કર્મો તૂટે છે. સંપૂર્ણ નવકાર ગણવાથી ૫૦૦ સાગરોપમના કર્મો તૂટે છે.