શ્રી શત્રુંજય નવકારધામ શું છે?
સોહામણા શ્રી શત્રુંજય નદીને તીરે, રત્નોથી જેના વધામણા થાય છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના પૂર્વભાગની તળેટીએ, શ્રી જીવાપુર ગામના સીમાડે એક સાથે ૬૮૦૪ ભાગ્યશાળીઓ મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા દ્વારા પોતાનામાં પ્રચ્છન્ન રીતે ધરબાયેલા પંચપરમેષ્ઠિના સ્વરુપને પ્રગટ કરી શકે, તે માટે સમવસરણ સહિત શ્રી શત્રુંજય નવકારધામનું આયોજન નિર્માણાધિન છે.
શ્રી શત્રુંજય નવકારધામ ક્યાં બની રહ્યું છે?
પાલિતાણા-તળેટીરોડ થી ડાબી બાજુ અને મેવાડ ભુવનથી જમણી બાજુ હસ્તગિરિ રોડ ઉપર ૪ કિ.મી. ના અંતરે જીવાપુર ગામ આવેલ છે. જીવાપુર ગામની સ્કૂલ પાસે જમણી બાજુ શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણાધીન છે.
શ્રી શત્રુંજય નવકારધામ ક્યાર સુધી બની જશે?
આ તીર્થ ના કામ ના પેહલા તબક્કા માં દેરાસર, સાધુ અને સાધ્વીજી ભગવન્ત ઉપાશ્રય, પેઢી બિલ્ડિંગ, ઔસ્પિસિયસ ગાર્ડન, અતિથિ ગૃહ , જૈન ધર્મ સંશોધન કેન્દ્ર સાથે લાઈબ્રેરી અને આસપાસના વિસ્તારના વિકાસ નો સમાવેશ છે, જેનું કામ શરૂ થઈ ગયું છે. તે ૨૦૧૯ ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.દેરાસર નું કાર્ય દિવાળી 2018 સુધીમાં પૂર્ણ થશે. પ્રતિષ્ઠા મહોત્સવ ૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૮ ના દિવસે યોજવામાં આવી છે. આપ સૌને આ અવસરે પધારીને કાર્યક્રમ ની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ.
શ્રી શત્રુંજય નવકારધામ માં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે?
શ્રી શત્રુંજય નવકારધામ ડોમ , દેરાસર , ઔસ્પિસિયસ ગાર્ડન, પેઢી બિલ્ડીંગ , યાત્રિક ભવન , સાધુ અને સાધ્વીજી ભગવન્ત ઉપાશ્રય , જૈન ધર્મ સંશોધન કેન્દ્ર સાથે લાઈબ્રેરી, સમાધિ મંદિર , ગણધર ગુરુ મંદિર , વોટર કેનાલ અને ગૌશાળા.
શ્રી શત્રુંજય નવકારધામ માં કોઈ લાભ વિષે માહિતી જોઈતી હોય તો ક્યાં થી મળે?
શ્રી જીગ્નેશભાઈ શકરચંદ શાહ (દુબઇ - મુંબઈ )
સંપર્ક (દુબઇ) : + ૯૭૧ ૫૫ ૮૩૨ ૦૫૩૯ / + ૯૭૧ ૫૦ ૪૭૮ ૧૫૬૨
સંપર્ક (ભારત) +૯૧ ૯૭૬૮૫ ૫૫૫૯૯ / +૯૧ ૯૯૩૦૬ ૩૫૪૫૭