પ્રમુખશ્રીનો સંદેશ

  • શ્રી અરવિંદભાઈ તારાચંદભાઈ શાહ
    હોદ્દો : પ્રમુખ શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત.
    રહેઠાણ : વાલકેશ્વર, મુંબઈ

    સંક્ષિપ્ત પરિચય : શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સર્વેસર્વા તથા આધારસ્તંભ એવા શ્રી અરવિંદ તારાચંદભાઈ શાહ હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દેશ-વિદેશમાં અતિ પ્રતિષ્ઠિત એશિયન સ્ટાર કું.લિ.ના તેઓ મુખ્ય હોદ્દા ઉપર છે. નવકારધામના પાયામાં જેઓ કહી શકાય એવા અરવિંદભાઈ આર્થિક, સામાજીક તથા ધાર્મિક ક્ષેત્રે પણ બહુ મોટી નામના ધરાવે છે. ધર્મ માટે કે સમાજ માટે જયારે પણ કંઈપણ જરૂરિયાત હોય ત્યારે એ જરૂરિયાત પૂર્ણ કરવા એમણે પોતાને મળેલી શક્તિનો હંમેશા સદ્ઉપયોગ કર્યો છે.
  • શ્રી સંજુભાઈ સુધીરભાઈ કોઠારી
    રહેઠાણ : વાલકેશ્વર, મુંબઈ

    સંક્ષિપ્ત પરિચય : શ્રી શત્રુંજય નવકારધામના નિર્માણ માટે વહીવટ, ટેકનીકલ બાબતો, માર્કેટિંગ અને જાહેરાત, નાણાકીય ભંડોળ ની જવાબદારી લીધી છે એવા શ્રી સંજુભાઈ સુઘીરભાઈ કોઠારી મુંબઈના પ્રતિષ્ઠિત વેપારી છે. રિયલ એસ્ટેટ વ્યવસાય, જ્વેલરી બિઝનેસ, હીરાનો વ્યવસાય એવા ઘણા બધા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. સામાજીક ક્ષેત્રે પણ તેઓ એ સારી એવી સેવા પ્રદાન કરી છે. ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા, મુંબઈની કમીટીમાં તેઓ મહત્વપૂર્ણ સ્થાન ઘરાવે છે.
  • શ્રી જીજ્ઞેશભાઈ સકરચંદભાઈ શાહ
    રહેઠાણ : દુબઈ

    પરિચય : શ્રી શત્રુંજય નવકારધામ સમવસરણ જિનાલયના નિર્માણ માટે નો સૌપ્રથમ વિચાર જેમને આવ્યો એવા જીજ્ઞેશભાઈ શાહ દુબઈ મધ્યે કાચા હીરા તથા પ્રોપર્ટીની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સતત છ મહીના સુઘી તેમને સ્વપ્નમાં નવકાર-સમવસરણ દેખાતાં. મુનિ મહાત્માને સ્વપ્ન બાબતે પૂછતા પૂજ્યશ્રીએ નમસ્કાર મહામંત્રનો જાપ કરવાનું કહયું અને એ વાતને આગળ વધારતાં તેઓને શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણનો વિચાર આવ્યો અને શ્રી શત્રુંજય તીર્થ મધ્યે શ્રી શત્રુંજય નવકારધામ બનાવવાનું નક્કી કર્યુ. શ્રી શત્રુંજ્ય તીર્થ તથા શ્રી નમસ્કાર મહામંત્રમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા જીજ્ઞેશભાઈ દુબઈ મધ્યે રહીને પણ નવકારધામના કાર્યની જવાબદારી સારી રીતે બજાવે છે. તથા સતત મુંબઈ-સુરત-પાલીતાણાની મુલાકાત લઈ કાર્યને આગળ ધપાવવા પ્રોત્સાહન પૂરૂં પાડે છે.
  • શ્રી નિમીષભાઈ રતીલાલ કોઠારી
    રહેઠાણ : વાલકેશ્વર, મુંબઈ

    શ્રી નિમીષભાઈ કોઠારી “તેજસ સ્ટાર”નામની ડાયમંડ કંપનીમાં ડીરેક્ટર ના હોદ્દદા પર છેલ્લા ૩૦ વર્ષોં થી સંકળાયેલા છે. તેઓ ઘણા વર્ષોથી સામાજિક કાર્ય માં ધણાજ સક્રીય છે. શ્રી શત્રુંજય નવકારધામના નિર્માણ માટે ટેકનીકલ બાબતો ની જવાબદારી તેઓ સારી રીતે બજાવે છે.
  • શ્રી શૈલેષભાઈ જોગાણી
    રહેઠાણ : વાલકેશ્વર, મુંબઈ

    શ્રી શૈલેષભાઈ એસ. જોગાણી એકસપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ માં ડીરેક્ટર છે અને ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. તેઓ અયોધ્યાપુરમ અને રાજગૃહી માં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. શ્રી શત્રુંજય નવકારધામના નિર્માણ માટે તેઓ ધાર્મિક અને નાણાકીય ભંડોળ માટે ખુબ જ મહત્વપૂર્ણ સલાહકાર છે અને તે માટેની જવાબદારી તેઓ સારી રીતે બજાવે છે.
  • અમીશ ઝવેરી
    રહેઠાણ : દુબઇ
  • પરેશ સંઘવી
    રહેઠાણ : બેલ્જિયમ
  • રમેશભાઈ મુથા
    રહેઠાણ : ચેન્નઈ

    પરિચય :શ્રી રમેશ મૂથાએ વર્ષ 1 9 81 માં ધંધામાં ભાગ લીધો હતો. તેમણે ઇ.ઇ.પી.સી. ની પ્રાદેશિક ચેરમેનની કાર્યક્ષમતામાં કામ કર્યું છે (ઔદ્યોગિક ઉદ્યોગ પ્રમોશન કચેરી, જે ભારત સરકારના પ્રધાનમંત્રી દ્વારા પ્રાયોજિત).
    તેના ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિઓના વિશાળ દરે સમાવેશ થાય છે. શ્રી અમીજરા પાર્શ્વનાથ જૈન તીર્થ શ્રીમતી રાષ્ટ્રપતિ શ્રી શ્રી માંડવગર્હ સુપ્રાવાહન જૈન તીર્થ (મંડુ), શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જૈન તીર્થ (જિરાવાલા), શ્રી આદિનાથ જૈન સ્વેતામ્બર કેસરવાડી તીર્થ (ચેન્નઈ) અને શ્રી એ ટ્રસ્ટી કાલપુરસુરી સાધના સ્મારક ટ્રસ્ટ (સંખશેશ્વર).
    માત્ર પોતાના નહીં પણ તેમના પરિવારને સફળતાપૂર્વક સંગઠિત અને ધાર્મિક અનુષ્ઠાન જેમ છરી પાલિત સંઘ માંડવગર્હ થી શ્રી સિદ્ધાચલ તીર્થ (પાલીતાણા), ન્વેણુ યત્ર અને વિનીતા નાગરીમાં પ્રસિદ્ધ ચતુર.
  • બકુલ ઝવેરી
    રહેઠાણ : મુંબઈ

    પરિચય : શ્રી બકુલભાઈ ઝવેરી એક ફલપ્રદ ઉદ્યોગ સાહસિક છે. શ્રી બકુલભાઈ ઝવેરી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની વિશેષ ક્ષમતા સાથે વિવિધ કંપનીઓની કામગીરી બજાવે છે. જૈન ધર્મ પ્રત્યેનું તેમનું સમર્પણ તેઓ ના જીવનના તમામ પાસાઓમાં જોવા મળે છે. અન્ય લોકોને મદદ કરવા માટે એક ઇચ્છા સાથે તેમના જીવનમાં અનેક નોંધપાત્ર બનાવો બનેલા છે. તેઓ એ જૈન શાસન માટે ઘણા કામો સંપુર્ણ કર્યા છે જેમ કે ઠાકુર વિલેજ- મુંબઇ માં ઉપાશ્રય નું બાંધકામ , પાલીતાણા શેત્રુંજય તીર્થમાં અનેક સંઘો અને યાત્રા નું આયોજન અને આવા ઘણા કામો કરી રહ્યા છે.
  • અતુલકુમાર શાહ
    રહેઠાણ : મુંબઈ

    પરિચય : શ્રી અતુલકુમાર શાહ વ્યવસાય દ્વારા સી.એ. છે. તેઓ મુંબઈમાં રહે છે અને જૈન ધર્મ પ્રત્યેનું તેમનું સમર્પણ તેઓ ના જીવનના તમામ પાસાઓમાં જોવા મળે છે. તેમની વ્યાવસાયિક સિદ્ધિઓમાં મ્હાડાના કાનૂની સલાહકારનો સમાવેશ થાય છે, તેઓ વિવિધ નોંધપાત્ર કંપનીઓ માટે કાયદેસરના ઓડિટનું સંચાલન કરી રહ્યા છે, તેઓ કેનેરા અને દેના બેન્ક જેવી બેન્કો નું ઓડિટ પણ કરી રહ્યા છે. શ્રી અતુલભાઈ ઘણા જૈન સંગઠન અને સંસ્થાઓમાં ટ્રસ્ટી બનીને ધાર્મિક ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય છે જેમ કે વર્ધામાન પરિવાર વન, શુર્ગંગા, અનેક સમિતિઓમાં જોડાયા છે, જે જૈન ધર્મના મૂલ્યોને પ્રમોટ કરે છે. વધુમાં, તેમની રાજકીય સક્રિયતાએ ઘણા લોકો પર કાયમી અસર છોડી દીધી છે.
  • શ્રી કુલીનભાઈ શાહ
    રહેઠાણ : સુરત

    પરિચય : શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના પ્રમુખ એવા સુશ્રાવક શ્રી કુલીનભાઈ શાહ ટેક્ષટાઈલ બીઝનેસ સાથે સંકળાયેલા છે. એન. જે. ગ્રુપ ઓફ કંપની માં તેઓ ડાયરેક્ટર તરીકે હોદ્દા ઉપર છે. શ્રી શત્રુંજય નવકારધામ નિર્માણ માટે શ્રી આદિનાથ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત જરૂરી તમામ સહકાર પાડશે એવી ખાત્રી તેમણે ટ્રસ્ટને આપેલ છે.
  • શ્રી સ્મિત સુભાષભાઈ કોઠારી

મેનેજમેન્ટ:

કોઇપણ સંસ્થાના વિકાસનું શ્રેય પાયામાં રહેલા તેના ટ્રસ્ટીગણને જાય છે.તન-મન-ધન થી સમર્પિત, પરમાત્મ પ્રેમી, ગુરૂસેવી ટ્રસ્ટીગણ હર હંમેશ ' સવિ જીવ કરું શાસનરસી ' ની ભાવના સાથે આ તીર્થને સુંદર અને સર્વોત્તમ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.