શાશ્વત નવકાર અને શાશ્વત ગિરિરાજને જન જનના હ્રદયમાં અંકિત કરવાના મનોરથ સાથે આ ટ્રસ્ટની સ્થાપના થઇ.
પરમ પુજ્ય આચાર્ય ભગવંત અશોકસાગર સુરી તથા પદમસાગર સુરી આદી અનેક ગુરૂ ભગવંતોના મંગલમય આશિર્વાદ પ્રાપ્ત થયા.
અનેકવિધ સામાજિક અને ધાર્મિક પ્રવ્રુત્તિ દ્વારા જૈન શાસનને જયવંતુ બનાવવા માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.
અમારા ટ્રસ્ટ દ્વારા કેટલાક વિશિષ્ટ કાર્યો સંપન્ન કરવાનું અમને મળેલું સૌભાગ્ય
પ્રણામ...
શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે શાશ્વતા શ્રી શત્રુંજ્ય તીર્થે, શત્રુંજ્ય નદીના કિનારે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રના જાપ ધ્યાનનું અભૂતપૂર્વ આયોજન... શ્રી શત્રુંજય નવકારધામ પરિવાર અત્યંત હર્ષ અનુભવે છે કે શ્રી શત્રુંજય તીર્થાધિરાજની તળેટીના પૂર્વ ભાગમાં શ્રી જીવાપુર ગામ આવેલું છે...